ઈરાકમાં અમેરિકાની વધુ એક એર સ્ટ્રાઈક, ઈરાન સમર્થક મિલિશિયા કાફલાના 6 લોકો જીવતા ભૂંજાયા
અમેરિકા (America) એ ઈરાન (Iran) ના બીજા સૌથી શક્તિશાળી નેતા જનરલ કાસિમ સુલેમાની (Qassem Suleimani) ને ડ્રોન હુમલામાં મારી નાખ્યાના એક દિવસ બાદ આજે ફરીથી હવાઈ હુમલો કરીને 6 લોકોના મોત નિપજાવ્યાં છે.
બગદાદ: અમેરિકા (America) એ ઈરાન (Iran) ના બીજા સૌથી શક્તિશાળી નેતા જનરલ કાસિમ સુલેમાની (Qassem Suleimani) ને ડ્રોન હુમલામાં મારી નાખ્યાના એક દિવસ બાદ આજે ફરીથી હવાઈ હુમલો કરીને 6 લોકોના મોત નિપજાવ્યાં છે. આ હુમલો બગદાદના ઉત્તર વિસ્તારમાં તાજી રોડ પાસે થયો છે. જ્યાં બિન અમેરિકી સેનાઓનો બેસ છે ત્યાં આ રસ્તો જાય છે. હુમલામાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માર્યા ગયેલા લોકો ઈરાન સમર્થક મિલિશિયા હશ્દ અલગ શાબીના હોવાનું કહેવાય છે. હશ્દ અલ શાબી ઈરાન સમર્થક પોપ્યુલર મોબલાઈઝેશન ફોર્સિસનું બીજું નામ છે.
સુલેમાનીના મોત બાદ ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા? USA ગલ્ફમાં કરી રહ્યું છે વધુ સૈનિકોની તૈનાતી
સૂત્રોના જણાવ્યાં મુજબ મિલિશિયા( Iraqi militia) ના 3માથી 2 વાહનોમાં આગની લપેટો જોવા મળી રહી છે. તેમણે જણાવ્યું છે કે હવાઈ હુમલામાં આ વાહનોમાં સવાર લોકો જીવતા ભૂંજાઈ ગયાં. આ હુમલો સ્થાનિક સમય મુજબ રાતે લગભગ 1:12 વાગે થયો. અપુષ્ટ સૂત્રોના જણાવ્યામ મુજબ આ હુમલામાં પોપ્યુલર મોબલાઈઝેશન ફોર્સિસના એક મોટા નેતાનું પણ મોત થયું છે. જો કે હજુ તેને સત્તાવાર સમર્થન મળ્યું નથી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube